એક ભૂલ તમને પડી શકે છે ભારે!, રોજ 2 કરતા વધુ કેળા ઝાપટી જતા લોકો ખાસ વાંચે આ અહેવાલ
કોઈ પણ વસ્તુ જો જરૂરિયાત કરતા વધુ ખાવામાં આવે તો નુકસાન કરી શકે છે. આ વાત કેળા માટે પણ લાગુ થાય છે. જો કેળાનું સેવન લિમિટમાં કરવામાં આવે તો તેના ઉત્કૃષ્ટ ફાયદા છે પરંતુ જો વધુ પ્રમાણમાં કેળા ખાઓ તો તમે બીમાર પણ થઈ શકો છો.
Trending Photos
નવી દિલ્હી: કોઈ પણ વસ્તુ જો જરૂરિયાત કરતા વધુ ખાવામાં આવે તો નુકસાન કરી શકે છે. આ વાત કેળા માટે પણ લાગુ થાય છે. જો કેળાનું સેવન લિમિટમાં કરવામાં આવે તો તેના ઉત્કૃષ્ટ ફાયદા છે પરંતુ જો વધુ પ્રમાણમાં કેળા ખાઓ તો તમે બીમાર પણ થઈ શકો છો. આજે અમે તમને વધુ પડતા કેળા ખાવાથી શું નુકસાન થઈ શકે છે તે જણાવીએ છીએ. કારણ કે કેળા બાળકોથી લઈને મોટા...બધાના ડાયેટમાં સામેલ હોય છે.
વધુ પડતા કેળા ખાવાથી નુકસાન થાય છે
કહેવાય છે કે કેળાનું સેવન કરવાથી કબજિયાતમાંથી રાહત મળે છે. પરંતુ કાચા કેળા ખાવાથી કબજિયાતથી રાહત મળવાની જગ્યાએ સમસ્યા વધી શકે છે. અનેકવાર લૂઝ મોશન થાય તો ડોક્ટરો પણ કેળા ખાવાની સલાહ આપે છે, જેનો અર્થ સ્પષ્ટ છે કે કેળાથી મોશન ટાઈટ થાય છે. આથી કાચા કેળા ન ખાઓ અને પાકા કેળા લિમિટમાં ખાઓ.
વજન વધી શકે છે
વધુ પડતા કેળા ખાવાથી વજન વધી શકે છે. કારણ કે તેમા ફાઈબરની સાથે નેચરલ શુગર પણ હોય છે. બનાના મિલ્ક શેક વજન વધારનારું ફૂડ છે. આથી કેળા ખાતી વખતે ધ્યાનમાં રાખો કે તે વધુ પ્રમાણમાં સેવન ન કરો.
શુગર લેવલ વધી શકે છે
ડાયાબિટિક કે પ્રો ડાયાબિટિક લોકો માટે વધુ પડતા કેળા ખાવા નુકસાનકારક બની શકે છે. કેળામાં નેચરલ શુગર હોય છે અને તમે જો તે વધુ પ્રમાણમાં લો તો તમારા શરીરનું શુગર લેવલ વધી શકે છે. તેનાથી તમને માથાનો દુ:ખાવો, અને ઊંઘ ન આવવાની સમસ્યા થઈ શકે છે. આથી જેને પણ આ સમસ્યા હોય તે કેળાનું લિમિટમાં જ સેવન કરે.
આ લોકોએ ન ખાવા જોઈએ કેળા
વધુ કેળા ખાવાથી દાંતમાં સડો થઈ શકે છે. તેમાં શુગર અને સ્ટાર્ચ હોય છે. આ સાથે જ અમીનો એસીડ ટાઈરોસિન હોય છે, જે બોડીમાં જઈને ટાઈરામાઈન બની જાય છે. અને ટાઈરામાઈન માઈગ્રેનને ટ્રીગર કરી શકે છે. જે લોકોને અસ્થમા છે તેમણે પોતાના આહારમાં કેળાના સેવન ન કરવું જોઈએ. કારણ કે તેનાથી સોજો આવે છે અને એલર્જી પણ થાય છે.
રોજના કેટલા કેળા ખાવા જોઈએ
દરરોજ 1-2 કેળા ખાવામાં કોઈ મુશ્કેલી નથી. જે લોકો ખુબ વર્કઆઉટ કરે છે તેઓ દિવસમાં 3-4 કેળા ખાઈ શકે છે, પરંતુ તેનાથી વધુ કેળા ખાવાથી મુશ્કેલી પેદા થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે